Posted by: jigneshkoshti on: January 7, 2012
- Jignesh Koshti
+917383434732
Posted by: jigneshkoshti on: December 13, 2011
- Jignesh Koshti
+917383434732
Posted by: jigneshkoshti on: June 29, 2011
I Just Wanna Say 2 My Brother I Love U…!!! “Keep It Up Bro.”
- JIGNESH KOSHTI
Posted by: jigneshkoshti on: May 27, 2011
Posted by: jigneshkoshti on: May 5, 2011
- Jignesh Koshti
+918530389693
Posted by: jigneshkoshti on: April 2, 2011
Love u Mom & Dad…!!!
માતા પાસે આંસુનો દરિયો હોય છે પણ પિતા પાસે સંયમની દીવાલ હોય છે.માતા રડીને છૂટી થઇ જાય છે પણ સાંત્વન આપવાનું કામ તો પિતાએજ કરવું પડે છે અને રડવા કરતા સાંત્વન આપવામાં વધુ મહેનત કરવી પડે છે કારણકે દીવા કરતા દીવી વધારે ગરમ હોયછેને!પણ શ્રેય તો હમેશા દીવાનેજ મળે છે.રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનારા પિતાને આપણે કેટલી સહજતા થી ભૂલી જઈએ છીએ?બધાની સામે મોકળા મને માતા રડી શકે છે પણ રાત્રે તકીયામાં મોઢું છુપાવીને ડુસકા ભરે છે તે પિતા હોયછે.માતા રડે છે પણ પિતાનેતો રડી પણ શકાતું નથી.પોતાના પિતા મૃત્યુ પામે છતાં આપણાં પિતા રડી શકતા નથી,કારણકે નાના ભાઈ બહેનો ને સાચવવાના હોયછે,પોતાની માતા મૃત્યુ પામેતોપણ પિતા રડી શકતા નથી.કારણકે બહેન ને આધાર આપવાનો હોય છે.પત્ની અડધે રસ્તે સાથ છોડી ને જતી રહેતો બાળકોના આંસુ લૂછવાનું કામ પણ પિતાએજ કરવાનું હોયછે.જીજાબાઇ એ શિવાજી ને ઘડ્યા એમ ચોક્કસ પણે કહેવું જોઈએ પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ.દેવકી-યશોદા ના કાર્યની પ્રશંશા અવશ્ય કરીએ પણ નદીના પુરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઇ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ.રામ એ કૌશલ્યાના પુત્ર અવશ્ય છે પણ પુત્ર વિયોગથી તરફડીને મૃત્યુ પામ્યા તે પિતા દશરથ હતા.
પિતાના ઠેકઠેકાણે સંધાયેલાજોડાજોઈએતો તેમનો પ્રેમ નજરે ચડે.તેમનું ફાટેલું ગંજી જોઈએતો સમજાયકે”આપણાંનસીબના કાણાતેનાગંજીમાં પડ્યાછે”.તેમનોદાઢી વધેલો ચહેરો તેમની કરકસર દેખાડેછે.દીકરાદીકરી નેનવા જીન્સ લઇઆપશે પણપોતેતોજુનો લેંઘોજ વાપરશે.સંતાનો ૧૦૦/૨૦૦ રૂપિયા પાર્લર કે સલુન માં જઈને બીલ કરશે પણ તેમનાજ ઘરના પિતા દાઢીનો સાબુ ખલાશ થઇ ગયો હશે તો ન્હાવાના સાબુથી દાઢી કરી લેશે. ઘણીવાર તો ખાલી પાણી લગાડીનેજ દાઢી કરીલેતાં હોયછે.પિતા માંદા પડે ત્યારે તરતજ દવાખાને જતા નથી.તે માંદગીથી ડરતા નથી પણ જો ડોક્ટર એકાદ મહિનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગેછે.કારણકે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોયછે.ઘરમાં આવકનું બીજું કોઈપણ સાધન હોતું નથી.પહોચ હોય કે નહોય પણ દીકરાને એન્જીનીયરીંગ કે મેડીકલમાં પ્રવેશ અપાવે છે.ખેંચ ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલેછે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે તેજતારીખે પરમીટરૂમ માં પાર્ટીઓ આપેછે અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેનીજ મજાક ઉડાડે છે.
પિતા ઘરનું અસ્તિત્વ હોય છે.જે ઘરમાં પિતા હોય છે,તે ઘર તરફ કોઈપણ ઉંચી આંખ કરીને જોઈ શકતું નથી.કારણકે ઘરના કર્તાહર્તા જીવંત છે.જો તેઓ કંઈપણ કરતા નહોય તોપણ મહત્વના કર્તાહર્તા તરીકેના પદ ઉપર હોયછે.અને ઘરના કામ જુવેછે,સંભાળે છે.માતા હોવી અથવાતો માતા હોવાના સત્યને પિતાને લીધેજ અર્થ મળે છે એટલેકે પિતા હોયતોજ માતાનું અસ્તિત્વ શક્ય હોય છે.કોઈપણ પરીક્ષા નું પરિણામ આવે ત્યારે માતાજ સહુથી નજીકની લાગે કારણકે બાજુમાં લેછે,વખાણ કરે છે,આશિષ આપેછે,પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનારા પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી.બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખુબ મહત્વ હોય છે પણ હોસ્પીટલની લોબી માં અસ્વસ્થ થઈને આમથીતેમ આંટા મારનારા એ આવનારા બાળકના પિતાની કોઈ નોંધ લેતું નથી.
દાઝી ગયા,ઠેશ લાગી કે માર વાગ્યો કે તરતજ “ઓં માં” આ શબ્દો મોઢા માંથી બ્હાર પડેછે પણ રસ્તો ઓળંગતા એકાદ ટ્રક નજીક આવીને જોરથી બ્રેક મારેતો “બાપ રે” આજ શબ્દ બ્હાર પડે છે.નાના સંકટો માટે ચાલે પણ મોટી સમસ્યાઓ ના વાદ્ળો ઘેરાય ત્યારે પિતાજ યાદ આવે.કઈ ગળે ઉતરે છે ખરું ?
કોઈપણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે,પણ મરણ ના પ્રસંગે પિતાએજ જવું પડે છે.પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહિ પણ દીકરી ગરીબ ઘરમાં આપી હશે તો ભલે ઉભા ઉભા ખબર કાઢવા જવું પડે,તે ચોક્કસ દીકરીના ઘરના ચક્કર કાપશે.યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતાજ તેની રાહ જોઇને મધરાત સુધી ઉજાગરો કરતા હોયછે.દીકરા ની નોકરી માટે સાહેબ સામે લાચાર થનારા પિતા,દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મુરતિયા જોવા ઉંબરા ઘસતા પિતા,ઘરના લોકો માટે પોતાની વ્યથા અને જરૂરતને કોરાણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરુંને ?
પિતાનું મહત્વ કોને સમજાય છે ? બાળપણમાં જ જો પિતા ગુજરી જાય તો અનેક જવાબદારીઓ ખુબ નાની ઉમરમાં સંભાળવી પડેછે.તેને એકએક વસ્તુ માટે તરસવું પડે છે.પિતાને ખરા અર્થમાં સમજી શકે તો તે હોયછે ઘર ની દીકરી.સાસરે ગયેલી કે ઘરથી દુર રહેતી દીકરી પિતા સાથે ફોનમાં વાત કરે ત્યારે પિતાનો બદલાયેલો અવાજ એક ક્ષણમાં ઓળખી જાયછે. કોઈપણ દીકરી પોતાની ઈચ્છાબાજુમાં મુકીને પિતા કહે તે જગ્યાએ લગ્નની વેદી ઉપર ચઢી જતી હોય તેવા પ્રસંગો શું આજેપણ સમાજ માં નથી બનતા?દીકરી પિતાને ઓળખે છે,સાચવે છે.બીજાઓ પણ પોતાને આરીતે જાણે,ઓછામાં ઓછી એટલી તો અપેક્ષા બીજાઓ પાસે પિતા રાખે કે નહિ ?
આપણી પાસેતો થોડા ઉત્સવો છે,જેને ઉજવતી વખતે માતા-પિતા ને યાદ કરી લઈએ.તેમના પ્રત્યેનું ઋણ ચુકવવા આપણે તેમને પગે લાગીએ અને એમના આશીર્વાદ મેળવીએ અને આપણાજ સંસ્કાર,ધર્મ, નાત-જાતના ભેદભાવ વગર આપણી પછીની પેઢીને પણ આપીને યથાશક્તિ પિતૃ તર્પણ કરીએ.
JIGNESH KOSHTI
+918530389693
Posted by: jigneshkoshti on: December 5, 2010
Love Meghu…!!!
Posted by: jigneshkoshti on: December 1, 2010
દોસ્તી વિશે એક વાક્યમાં એક વિદ્વાને લખેલું કે, ‘જો તમારે દુશ્મનો જોઈતા હોય તો બીજાથી ચપળ થઈને ટપી જાઓ. પણ જો તમારે મિત્રો જોઈતા હોય તો તેને તમારાથી આગળ થઈ જવા દો’ આ સ્પર્ધાત્મક જગતમાં પૈસા બનાવવા સહેલા છે પણ મિત્ર બનાવવા અઘરા છે. પૈસાથી દોસ્ત ખરીદી શકાતો નથી. પૈસાથી ખરીદાયેલો દોસ્ત વધુ પૈસાથી ખરીદાઈ જાય છે. ખલિલ જિબ્રાન જેવા ફિલસૂફે કહ્યું છે કે, ‘કશુંક આપવાથી મિત્ર બનતો નથી. તમારી માલિકીની કોઈ ચીજ આપો તેનાથી મિત્ર બનાવી શકાતો નથી. તમે નિષ્ઠાપૂર્વક તમારી આખી જાત આપો ત્યારે જ સાચો મિત્ર મળે છે.’ – પણ બધાને સાચા મિત્ર મળતા નથી. ખરો મિત્ર મેળવવા માટે પોતે ખરા બનવું જોઈએ. સાચો મિત્ર એ જ છે જ્યારે આખી દુનિયા છોડીને ચાલી જાય ત્યારે મિત્ર તમારી પાસે આવે છે. મારી દષ્ટિએ સાચો મિત્ર એ છે કે જે આપણી મૂંઝવણ અને નિરાશામાં કંઈ સલાહ આપવાને બદલે બોલ્યા વગર દિલાસો આપે.
Jignesh Koshti
+918530389693
Posted by: jigneshkoshti on: December 1, 2010
Posted by: jigneshkoshti on: November 6, 2010
Sincordia Technologies (pvt) Ltd.
Jignesh Koshti
SEO Executive
+918530389693